નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ : ભાજપના મગન વસાવા પ્રમુખ તો કોંગ્રેસના નયના પ્રજાપતિ બન્યા ઉપપ્રમુખ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી.કોંગ્રેસના મહિલા સભ્યભાજપના મગન વસાવા પ્રમુખ તો કોંગ્રેસના નયના પ્રજાપતિ ઉપપ્રમુખ બનતા આપ પાર્ટી ના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું.

ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા.નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા “ઉલટી ગંગા” જોવા મળી હતી. સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ આમ આદમી પાર્ટી ને સત્તાથી દૂર રાખવા માટે સાથે આવી ગઠબંધન કર્યું હતું.

તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. જોકે આપના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો.જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસીભરી બની હતી.ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરીએ પહોંચ્યા હતા.જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી.ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીત બાદ આભાર વ્યક્ત કરવા સાથે વિકાસ માટે એક થયા નું જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!