રાજ્યસભાના સાંસદ તરીકે છોટાઉદેપુર જિલ્લાના પસંદગી પામેલા ભાજપા મુકેશ રાઠવાએ રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા

SHARE:

– આદિવાસી વિસ્તારના પ્રતિનિધિ હોવાથી નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસ અને સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાત માંથી છોટાઉદેપુર જિલ્લાના પસંદગી પામેલા ભાજપા ઉમેદવાર મુકેશભાઈ રાઠવાં આજે રાજપીપળા પધાર્યા હતાં રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતાં અને જિલ્લા ભાજપા પ્રમુખના નિવાસ સ્થાને કાર્યકરોને મળ્યા હતા.

રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવાં ગયા હતાં.આ પ્રસંગે તેઓ જિલ્લા પ્રમુખ સાથે સામાન્ય કાર્યકરની જેમ સ્કૂટર પર બેસી મંદિર પહોંચ્યા હતા અને સામાન્ય જનતાની જેમ લાઈનમાં ઊભા રહીને માતાજીના દર્શન કર્યા હતા.તેમની સાદગી અને જમીન સાથે જોડાયેલા સ્વભાવની ઉપસ્થિત લોકોએ પ્રશંસા કરી હતી.

માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમણે પ્રદેશની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.તેમણે આદિવાસી વિસ્તારના પ્રતિનિધિ હોવાથી નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસ અને સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.તેમણે રાજ્ય સભાના સભ્ય તરીકે જીવવા બદલ શીર્ષ નેતૃત્વનો  આભાર માન્યો હતો દેશ માટે કામ કરવાની તક મળી તે બદલ ગૌરવની લાગણી અનુભવું છું.

છેલ્લા 15 વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કર્યું અને જે જવાબદારી આપી તે નિષ્ઠાપૂર્વક નિભાવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે  છેલ્લા 20 વર્ષ થી ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે.ભારતીય જનતા પાર્ટી માટે અને સંગઠનનું કામ કર્યું છે.ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તાલુકા સુધીગયો છું અને સંગઠનનું કામ કર્યું છે.આદિવાસીઓનો વિકાસ કેવી રીતે કરી શકાય તે કામગીરીનો મને અનુભવ છે.

છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા આદિવાસી વિસ્તારના વિકાસ માટેનો સંગઠન માટે કામ કરવાની તક મળી છે એનો મને આનંદ છે.મારા માતા-પિતા અભણ છે ભણ્યા નથી એટલે મને ભણવાની ઈચ્છા જાગી અને ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ પ્રાપ્ત કરી એને એમએ એલ એલબી પીએચડી સુધી ભણ્યો છું.આવનાર દિવસોમાં મારા શિક્ષણનો સમાજનો અને રાજનીતિનો અનુભવ પ્રજા માટે કામ લાગશે એમ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!