ભરૂચ,
હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ – બિરલા કોપર યુનિટ્સ દહેજ અને પાખાજણે “ક્લાઈમેટ ઍક્શન” થીમ પર વિશ્વ પર્યાવરણ સપ્તાહ 2026 ની ઉજવણી કરવા સાથે “Inspired by Nature. For Climate. For Our Future” અભિયાન સૂત્ર અપનાવવામાં આવ્યું હતું.
1 થી 5 જૂન દરમ્યાન વિવિધ જાગૃતિ અને સહભાગિતા કાર્યક્રમો યોજાયા, જેમાં 200થી વધુ ભાગ લેનારાઓ સાથે ઓનલાઈન ક્વિઝ, કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે જાગૃતિ સત્રો, બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને લગભગ 800 ઘરો સુધી પહોંચતી ડોર-ટુ-ડોર ઈ -વેસ્ટ જાગૃતિ અભિયાનનો સમાવેશ થયો. ઉપરાંત, દહેજ ગામમાં જૈવ વૈવિધ્ય અને હરિયાળી વધારવા માટે 300 ફળદ્રુપ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિનના રોજ કૉપર હાઉસ ગાર્ડનમાં 400થી વધુ લોકોની ઉપસ્થિતિ સાથે ભવ્ય સમાપન સમારોહ યોજાયો, જેમાં પર્યાવરણ પ્રતિજ્ઞા, મેનેજમેન્ટ સંદેશાઓ અને ઇનામ વિતરણ સામેલ હતું ત્યાર બાદ કર્મચારીઓ અને કામદારોની સક્રિય ભાગીદારી સાથે 325 વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા.
પાખાજણ ખાતે પણ જાગૃતિ સત્રો, નુક્કડ નાટક અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઈમેટ ઍક્શનનો સંદેશ મજબૂત બનાવવામાં આવ્યો હતો.
આ ઉજવણીઓએ બિરલા કોપરની સ્થિર વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી અને હરિયાળા તથા સ્વસ્થ ભવિષ્ય માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા.




