જંબુસરની પાર્શ્વનાથ પિગ્મેન્ટ્સ કંપની દ્વારા પગાર નહીં ચૂકવાતા સિક્યુરિટી ગાર્ડ્સમાં આક્રોશ

SHARE:

(સંજય પટેલ, જંબુસર)

જંબુસરની પાર્શ્વનાથ પિગ્મેન્ટ્સ કંપની દ્વારા છેલ્લા બે મહિનાથી સિક્યુરિટી ગાર્ડ્સને પગાર નહીં ચુકવવામાં આવતા રોષ સાથે કંપની બહાર વિરોધ નોંધાવ્યો હતો અને પગાર વહેલી તકે મળે તેવી માંગ કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના પીલુદ્રા ખાતે આવેલ પાર્શ્વનાથ પિગ્મેન્ટ્સ કંપનીમાં ૧૦ જેટલા સિક્યુરિટી ગાર્ડ્સને છેલ્લા બે મહિનાઓથી પગાર ન ચૂકવાયો કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે.કંપનીમાં દિવસ-રાત ફરજ બજાવતા આશરે ૧૦ જેટલા સિક્યુરિટી ગાર્ડ્સને લાંબા સમયથી પગાર ન મળતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે.વારંવાર રજૂઆત કરવા છતાં કંપની દ્વારા પગાર નહીં ચૂકવવામાં આવતા આજરોજ કંપની બહાર રોષ ઠાલવ્યો હતો.

સિક્યુરિટી કર્મચારી અજીતભાઈ અને સુપરવાઈઝરના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં કંપની તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી.મોંઘવારીના આ સમયમાં પગાર ન મળવાને કારણે કામદારોને ઘરખર્ચ, બાળકોનો અભ્યાસ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

“પરસેવાની કમાણી” ન મળતા આક્રોશિત બનેલા કર્મચારીઓએ માંગ કરી છે કે બાકી પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે. જો વહેલી તકે ન્યાય નહીં મળે, તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!