કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ આજે દેશના ચારેય ખૂણા વિકાસ પથ પર : મંત્રી પ્રફુલ પાનસેરિયા

SHARE:

– કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ‘મીડિયા સંવાદ’ યોજાયો

ભરૂચ,

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 12 વર્ષ નરેન્દ્ર મોદીના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ ‘મીડિયા સંવાદ’ કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ”ની ઐતિહાસિક સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવાનો હતો.

મીડિયા સંવાદ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રાભરી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.પ્રભારી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. છેલ્લા 12 વર્ષોમાં વંચિતોને પ્રાધાન્ય, આર્થિક સમૃદ્ધિ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જનકલ્યાણની અસંખ્ય યોજનાઓ થકી નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સરકાર સફળ રહી છે.જે અંગે પત્રકારોને વિસ્તારથી માહિતી આપી હતી.દેશના ચારેય ખુણા કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પથ પર આગળ વધી રહ્યું હોવાનું પ્રભારી મંત્રીએ અંતે ગર્વભેર જણાવ્યું હતું.આ મીડિયા સંવાદમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના પ્રિન્ટ,ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ પત્રકારોને સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓથી વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!