ભરૂચનું “રેવા અરણ્ય” બન્યું જૈવિક વિવિધતાનું શ્રેષ્ઠ મોડેલ, ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપનું કેન્દ્ર

SHARE:

ભરૂચ,

પર્યાવરણ સંરક્ષણ અને જૈવિક વિવિધતાના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવેલા ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રોજેક્ટ “રેવા અરણ્ય” ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ અહીં આશ્રયસ્થાન ધરાવતા પક્ષીઓ અને પ્રાણીઓની વિસ્તૃત માહિતી ધરાવતા પોસ્ટર અને બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ સિટીઝન કાઉન્સિલના માનદ મંત્રી હરીશભાઈ જોશીએ જણાવ્યું હતું કે વર્ષ 2018થી શરૂ થયેલા “રેવા અરણ્ય” પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષોની સંખ્યા વધતા અહીં પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનું આગમન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ કરીને પક્ષીઓના ખોરાક માટે ફળ આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે,જેથી વધુમાં વધુ પક્ષીઓ અહીં આવી શકે અને તેમને કુદરતી ખોરાક ઉપલબ્ધ થઈ શકે.તાજેતરમાં બર્ડ લવર્સ અને વાઈલ્ડ ફોટોગ્રાફરોની ટીમે રેવા અરણ્ય ખાતે પક્ષીઓના અવાજ રેકોર્ડ કર્યા હતા તેમજ ફોટોગ્રાફી કરી હતી.આ અભ્યાસ અને અવલોકનથી પ્રેરિત થઈ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા પક્ષીઓની વિસ્તૃત જાણકારી આપતા બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર્સ નીતિનભાઈ ભટ્ટ અને મહંમદભાઈ જડલીવાલાએ તેની વિગતવાર સમજણ આપી હતી.આ પ્રેરણાદાયી પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે.જેના પરિણામે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, સુરતની ડો.એસ.એસ એન્ડ એસ કોલેજ તથા ભરૂચની એસ.વી.એમ.ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ 15થી 30 દિવસની ઈન્ટર્નશિપ માટે રેવા અરણ્યની પસંદગી કરી રહ્યા છે.

કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રેસિડન્ટ જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોશી, કો-ઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મહંમદભાઈ જડલીવાલા સહિત મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ અંડરીયા, વન વિભાગના અધિકારી જે.એન. રાણા, ભાવેશ મોઢ, ઉદ્યોગપતિ કમલેશ ઉડાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!