ભરૂચ પાલિકાના વોર્ડ નં.૧૧ માં બનાવેલ પે એન્ડ યુઝ જાળવણીના અભાવે જર્જરિત

SHARE:

– છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં રહેતા અસામાજીક તત્ત્વો માટે આશ્રય સ્થાન બન્યું : દારૂની ખાલી બોટલી અને પોટલી મળી આવી 

ભરૂચ,

ભરૂચ પાલિકા અને ગુજરાત મ્યુન્સિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગરના અનુદાન માંથી વોર્ડ નં.૧૧ માં હાજીખાના વિસ્તારમાં બનાવેલ પે એન્ડ યુઝ જાળવણીના અભાવે જર્જરિત બનવા સાથે અસામાજીક તત્ત્વો માટે આશ્રય સ્થાન બન્યું છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે જાળવણી કરે અથવા તો જર્જરિત ઈમારતને ઉતારી લે તે જરૂરી બન્યું છે.

ભરૂચ નગરપાલિકા અને ગુજરાત મ્યુન્સિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગરના અનુદાન માંથી 5 લાખના ખર્ચે વર્ષ 2008 માં તત્કાલીન પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 11 માં આવેલ હાજીખાના વિસ્તારમાં પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવ્યું હતું.જે થોડા વર્ષો સુધી ચાલ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં રહેતા જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં બનવા સાથે અસામાજીક તત્ત્વો માટે આશ્રય સ્થાન બન્યું હોય તેમ ખાલી દારૂની બોટલો સહિત પોટલીઓ મળી આવતા તેની જાળવણી સામે સવાલો ઉભા થયા છે.બીજી તરફ આગામી દિવસોમાં ચોમાસુ નજીક હોય તે પહેલા પાલિકા જર્જરિત ઈમારતને ઉતારી લે અથવા તો તેની મારામત કરી પુનઃ પે એન્ડ યુઝ શરૂ કરે જેથી આ વિસ્તારના લોકો તેનો ઉપયોગ કરી શકે.ત્યારે પાલિકા તંત્ર આગામી દિવસોમાં કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!