તત્કાલિન નાંદોદ મામલતદાર આરોપી રોહીત બાબુલાલ પખાવાલાના રેગ્યુલર જામીન અરજી નામંજુર થયા 

SHARE:

– નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા

– ખેડુત ખાતેદાર હોવા બાબતે પુરતી ચકાસણી કર્યા વગર પ્રમાણિત કરી ગંભીર ગેરરીતી આચરી સ૨કા૨ને ૧,૨૯,૩૯,૧૫૦ નું નુકશાન કરી ગુન્હો કરેલ 

(જ્યોતિ જગતાપ,રાજપીપળા) 

તત્કાલિન નાંદોદ મામલતદાર આરોપી રોહીત બાબુલાલ

પખાવાલાના રેગ્યુલર જામીન અરજી નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે નામંજુર કર્યા છે. 

પ્રાપ્ત વિગત અનુસાર આરોપી રોહીત બાબુલાલ પખાવાલા તત્કાલિન મામલતદાર નાંદોદ, રાજયપત્રિત અધિકારી હોય નિતી નિયમો અને કાયદાથી વાકેફ હોવા છતાં સરકારે આપેલ સત્તાનો અને હોદ્દાનો દુરૂપયોગ કરી સહ આરોપી જયોતિન્દ્ર શાંતિલાલ પટેલ અને અરજદાર કાંતિલાલ રામસ્વરૂપ શાહે એક બીજા સાથે મેળાપીપણું કરી, પૂર્વ આયોજીત ગુનાહીત પડયંત્ર રચી ગુનાહિત ગેરવર્તણુંક કરી, પોતે કરેલ કૃત્ય કાયદાની પ્રક્રિયાથી વિપરીત હોવાનું જાણવા છતાં તેમજ વધુમાં અગાઉ મોજે બખર, ગામ નમુના નંબર–૦૬ની નોંધ રદ થયેલ હોવા છતાં અયોગ્ય અને દ્વેષપૂર્વક નોંધ પ્રમાણિત કરી, બદઈરાદાથી પોતાના અંગત હિત માટે ગુનાહિત વિશ્વાસધાત કરી, સરકારના ઠરાવો, પરિપત્રો, સુચનાઓ કે કાયદાકીય જોગવાઈઓ ઘ્યાને લીધા વગર જયોતિન્દ્ર શાંતિલાલ પટેલ જન્મજાત ખેડુત ખાતેદાર હોવા બાબતે પુરતી ચકાસણી કર્યા સિવાય મેલાફાઈડ ઈન્ટેશનથી પોતાના અંગત હીત માટે અરજદાર કાંતિલાલ શાહની અરજી આધારે જયોતિન્દ્ર શાંતિલાલ પટેલની તરફેણમાં પ્રમાણિત કરી ગંભીર ગેરરીતી આચરી સ૨કા૨ને રૂ.૧,૨૯,૩૯,૧૫૦ નું નુકશાન કરી ગુન્હો કરેલ છે.

સદર કેસ મે.નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સ એ.વી. હીરપરા ની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ વંદનાબેન આઈ.ભટ્ટનાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી રોહીત બાબુલાલ પખાવાલા તત્કાલિન મામલતદાર નાંદોદ,આરોપીને જામીન મુકત કરતો હુકમ યોગ્ય ન જણાતા આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ આજરોજ ફરમાવેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!