૨૧ મીએ ભરૂચ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ ઉજવણી થશે : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક મળી

SHARE:

– ભારતની આત્મા સમાન ગણાનાર યોગનો વારસો ઘરે ઘરે સુધી પહોંચે તે માટે લોકો બહોળી સંખ્યામાં આ દિવસની ઉજવણીમાં સહભાગી થાય તેના પર ભાર મુકતા કલેકટર

ભરૂચ,

૨૧મી જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભરૂચ જિલ્લામાં ભવ્ય અને આયોજનબદ્ધ ઉજવણી કરવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેએ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૧ જૂનને રવિવારના રોજ વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાએ,તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ ઉજવણી કરાશે. જે સંદર્ભે ભરૂચ અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની શાનદાર ઉજવણી થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં કલેકટરે જણાવ્યું કે યોગ એ ભારતનો વારસો છે, ભારતની ઓળખ છે, ત્યારે આ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થનાર હોય જિલ્લામાં પણ આ મહત્વના દિવસની ભવ્ય ઉજવણી થાય તે માટે તાલુકા, જિલ્લા અને નગરપાલિકા કક્ષાએ ઠેર ઠેર ઉજવણી થશે.

ભરૂચની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાની ઉજવણી જી.એન.એફ.સી.ગ્રાઉન્ડ ભરૂચ, ભરૂચ નગરપાલિકા કક્ષાની ઉજવણી હનુમાનજી ગ્રાઉન્ડ ભરૂચના કેમ્પસમાં થશે. જ્યારે અંકલેશ્વર નગરપાલિકાનો યોગદીવસ જવાહર બજાર, પીરામણ નાકા, આમોદ નગરપાલિકાનો શ્રી સ્વામિનારાયણ સ્કૂલ સરભાણ રોડ આમોદ અને જંબુસર ખાતે સ્વરાજભવન જંબુસર ખાતે યોજાશે.

અંકલેશ્વર તાલુકાકક્ષાનો ડી.એ. આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, હાંસોટ કોટેશ્વર મહાદેવ મંદિર કતપોર, વાલિયા શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર, ઝઘડીયા શેઠ દિવાન ઘનજીશા હાઈસ્કૂલ, શ્રીમતી એમ.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ વાગરા અને નેત્રંગ ખાતે શ્રીમતી એમ.એમ.ભક્ત હાઈસ્કૂલ નેત્રંગ ખાતે યોજાશે.

દરેક સ્થળે યોજાનાર આ વિશ્વ યોગ દિવસમાં યોગા પ્રોટોકોલ અંગે માર્ગદર્શન અપાયું હતું. ભારતની આત્મા સમાન ગણાનાર યોગનો વારસો ઘરે ઘરે સુધી પહોંચે તે માટે લોકો બહોળી સંખ્યામાં આ દિવસની ઉજવણીમાં સહભાગી થાય તેના પર કલેકટરે ભાર મુક્યો હતો.બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી સુચારુ રૂપે થાય અને તેમાં વધુમાં વધુ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ સાથે જ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા અંગે કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી, તમામ અમલીકરણ અધિકારીઓ સહિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!