આમોદમાં મોહરમ પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ

SHARE:

– મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ

ભરૂચ,

આગામી તા.૨૬ જૂનના રોજ મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આમોદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, પાલિકા સદસ્ય શકીલ કાપડિયા, સામજીક આગેવાન નવીન પરમાર, તાજીયા કમિટીના પ્રમુખ સફવાન પટેલ, કમિટીના સભ્યો આદિલ મલેક,જુનેદ મલેક, અલ્તાફ બાદશાહ, આદિલ ખત્રી,દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ, મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન મોહરમના તાજિયા અને જુલૂસના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત આગેવાનોએ જુલૂસના માર્ગ પર નડતરરૂપ બની રહેલા વીજ વાયરોને ઊંચા કરવા, માર્ગોની સફાઈ, સ્ટ્રીટ લાઇટોની યોગ્ય વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અંગે જરૂરી સૂચનો રજૂ કર્યા હતા.વીજ કંપનીના અધિકારીઓએ નડતરરૂપ વીજ લાઈનો અને વાયરો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી.આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયાએ જણાવ્યું હતું કે મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમજ તમામ સમાજના આગેવાનોને પરસ્પર સહકાર, ભાઈચારો અને શાંતિ જાળવી પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી.બેઠકના અંતે ઉપસ્થિત સભ્યોએ મોહરમની ઉજવણીનું પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!