ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધે દ્વારા TAT ના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષક પાત્રતા કસોટી (TET)ના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી.

આજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,સુપ્રીમ કોર્ટના 29 મે, 2026ના ચુકાદા મુજબ સેવામાં રહેલા શિક્ષકોને 31 ઓગસ્ટ, 2028 સુધી ટેટની લાયકાત મેળવવાની મુદત આપવામાં આવતા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો હોવાનું સંઘે જણાવ્યું હતું.

સંઘના જણાવ્યા અનુસાર, ટેટ અને શિક્ષણનો અધિકાર અધિનિયમ અમલમાં આવ્યા પહેલાં ભરતી થયેલા હજારો અનુભવી શિક્ષકો પર પાછલી તારીખથી નવી લાયકાતની શરતો લાગુ થવી અન્યાય સમાન છે. દાયકાઓથી સંતોષકારક સેવા આપતા શિક્ષકોને સેવા સુરક્ષા, બઢતી અને નિવૃત્તિ લાભો અંગે અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરાયો હતો.

ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશન તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માધ્યમથી શિક્ષક સંગઠનોએ કેન્દ્ર સરકારને શિક્ષક સંગઠનો, રાજ્ય સરકારો અને શૈક્ષણિક નિષ્ણાતો સાથે ચર્ચા કરી સેવામાં રહેલા શિક્ષકો માટે છૂટછાટ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિ અંગે વિચારણા કરવા વિનંતી કરી હતી. સાથે જ કોઈ પણ શિક્ષકને પાછલી લાયકાતની શરતોના આધારે સેવા,બઢતી કે નિવૃત્તિ લાભોથી વંચિત ન રાખવા અને રાષ્ટ્રીય સ્તરે શિક્ષક સંગઠનો સાથે તાત્કાલિક બેઠક બોલાવી સર્વસંમતિથી ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી.આ આવેદનપત્રમાં મોટી સંખ્યામાં શિક્ષક સંઘના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!