ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહીત તમામ 9 આરોપીઓને 7 વર્ષની સજા

SHARE:

– ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા કરાઈ : 7 વર્ષની સજા 25 હજાર નો દંડ ફટકાર્યો

– ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવાને સાત વર્ષની સજા રાજપીપળા ખાતેની એડીશનલ સેશન્સ કોર્ટ એ સજા ફટકારતા ભરૂચ નર્મદા ના રાજકારણ માં ખળભળાટ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને સહીત તમામ 9 આરોપીઓને 7 વર્ષની સજા થઈ છે.

ધારાસભ્ય ચૈતર વસાવા ને અલગ અલગ ગુનાઓ માં સજા કરાઈ છે તમામને 7 વર્ષની સજા 25 હજાર નો દંડ ફટકાર્યો રાજપીપળા ડિસ્ટીક સેશન કોર્ટ એ આજે ચુકાદો આપ્યો હતો.

જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવાને સાત વર્ષની સજા બહુ કામ કરવામાં આવ્યો છે.તમામ આરોપીઑને આજે રાજપીપળા ખાતેની એડીશનલ સેશન્સ કોર્ટ એ સજા ફટકારતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટમચી ગયો છે.

2023માં ફોરેસ્ટ ના કર્મચારી પર હુમલા ના કેસ માં સજા સાંભળવા માં આવી છે.5 જેન્ટ્સ અને 4 લેડીસનો સમાવેશ થયો હતો.સમગ્ર કેસની વિગત જોઈએ તો ફોરેસ્ટ કર્મચારી હુમલા પ્રકરણમાં ચૈતર વસાવા સામે 2023માં રાજપીપળા કોર્ટમાં કેસ થયો હતો.જેમાં સરકારી કામગીરી રોકવા અડચણ રૂપ થવા બાબતે કેસ થયો હતો આ ગુનામાં ફાયરિંગ ની ફરિયાદ થઈ હતી.2023 માં ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગ થયું હતું હુમલો થયો હતો.

ચૈતર વસાવાં સહિત કુલ નવ આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી આમાં એમની પત્ની શકુંતલાબેન સહિત બીજા 8 મળી કુલ 9 આરોપીઑ સામે ફરિયાદ થઈ હતી.આ ગુના સામે આજે જજમેન્ટ હતું ગુનામાં સજા કેટલી કરવી એ અંગેની સુનાવણી હાલ કોર્ટમાં ચાલી રહી છે.સૌથી વધારે સજા કેમ ન કરવી એ માટેની સુનાવણી ચાલી રહી છે નામદાર કોર્ટે તમામ આરોપીઓને સાંભળ્યા હતા.હાલ તો ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી ગઈ છે.

પતિ પત્ની સહીત 9 આરોપીઓને 7 વર્ષ ની જેલની સજા થતા તમામ આરોપીઑ ને આજે સપ્તા પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ વનમાં તેમને રાજપીપળા પાસે આવેલ જીત નગર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને અન્ય જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે રાજપીપળા જીતનગર કસ્ટડી માંથી પાકા કામ ના કેદી તરીકે લઈ જવામાં આવ્યા હતા.આ ચુકાદા થી રાજકીય વર્તુળમાં ભારે હલચલ મચી જવા પામી છે.કારણ કે ચૈતર વસાવાનું જોર નર્મદા જિલ્લામાં વધતું જતું હતું.ખાસ કરીને નર્મદા જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયત કબજે કરી હતી અને અન્ય પક્ષના લોકો ધીમે ધીમે આપમાં જોડાઈ રહ્યા હતા અને ભાજપને નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.આવા વખતે આ ચુકાદો ભાજપ માટે રાહત આપનારો સાબિત થશે.હવે એ જોવું કે આગળ શું થાય છે? હવે ચૈતર હાઇકોર્ટમાં જશે અને રીટટિશન દાખલ કરશે જામીન અરજી દાખલ કરશે ત્યાં ન્યાય ના મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે ત્યારે હવે આગામી દિવસોમાં કોર્ટ કેવો નિર્ણય લે છે એના પર આધાર છે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!