દીપક ફાઉન્ડેશન દ્વારા જાગેશ્વર ગામે સર્વાંગી જનકલ્યાણ અને નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન

SHARE:

ભરૂચ,

દીપક ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ઔદ્યોગિક વિસ્તાર નજીક આવેલા જાગેશ્વર ગામે નિઃશુલ્ક આરોગ્ય અને જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવતા શિબિરનું ઉદ્ઘાટન ગામના અગ્રણી આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

દીપક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દહેજના હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટ ગોપીનાથ દાસના માર્ગદર્શન હેઠળ ડૉ.સ્મિત વસાવા (જનરલ સર્જન), ડૉ.કૃતાર્થ ઝાલા (જનરલ ફિઝિશિયન), ડૉ.રાજેન ફિનાકર (ત્વચા અને યૌનરોગ નિષ્ણાત) તથા પેરામેડિકલ સ્ટાફે 100થી વધુ ગ્રામજનોને નિઃશુલ્ક તબીબી તપાસ,પરામર્શ અને સારવારની સેવાઓ પૂરી પાડી.

શિબિરમાં મહિલા કેન્દ્રિત મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા મહિલાઓ અને કિશોરીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી તેમજ આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંગાથ ટીમ દ્વારા વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી લાભાર્થીઓને યોજનાઓનો લાભ મેળવવામાં સહાય કરવામાં આવી હતી.ઉપરાંત શિક્ષણ ટીમ દ્વારા શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ સત્ર યોજી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પણ પ્રદાન કરવામાં આવી હતી.

દીપક ફાઉન્ડેશન સમાજના આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ રહી આવી જનહિતલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામ્ય સમુદાયના કલ્યાણ માટે કાર્યરત છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!