(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળામાં મહોરમ પર્વે તાજીયાનું જુલુસ નીકળ્યું હતું.
મુસ્લિમ બિરાદરોએ કરબલાના મેદાનમાં શહીદ થનાર ઇમામ હુસેનની યાદમાં માતમનાં પર્વ તરીકે ઉજવાયું હતું.જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ તાજીયાનું ફુલહાર, તોરણ ચઢાવી, શ્રીફળ વધેરી સ્વાગત કર્યું હતું.અહીં રાજપીપળા માં કોમી એકતા, ભાઈચારાનો માહોલ રચાયો હતો.
ખાસ તો છેલ્લા 18 વર્ષથી તાજીયા બનાવનાર હિન્દુ કલાકાર વિનોદ સુથાર પોતે બનાવેલા તાજીયા જુલુસમાં જોડાઈ કોમી ભાઈચારાનુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ઠેર ઠેર ઠંડા પીણાં, શરબતનું વિતરણ કરાયું હતું.નગરમાં ક્લાત્મક તાજીયા નીકળતા તાજીયા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રાજપીપળા જુમ્મા મસ્જિદથી નીકળી સ્ટેશન રોડ લાલટાવર માર્ગેથી જુલુસ નીકળ્યું હતું.ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.મોડી સાંજે તાજીયા કરજણ નદીમાં થન્ડા કરાયા હતાં.મોહરમને અલ્લાહ દ્વારા નિર્ધારિત ચાર પવિત્ર મહિનામાંથી એક માનવામાં આવે છે. વિવિધ કરતબો સાથે મુસ્લિમ ભાઈઓએ માતમ મનાવ્યો હતો.તાજીયા એ ઈમામ હુસેનના બલિદાનની યાદગાર નિશાની છે.મોહરમમાં તેને કાઢીને લોકો શોક વ્યક્ત કરે છે અને સત્ય તથા ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા મેળવે છે.




