– 2 ગંભીર ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ ખસેડાયા : ધારાસભ્ય અને જીલ્લા પંચાયત પ્રમુખે ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના સીમધરા ગામ નજીક સ્ટેટ હાઈવે પર ભાલોદથી અમદાવાદ જતી બસ અને હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બસમાં સવાર ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સીમધરા ગામ નજીક સ્ટેટ હાઈવે પર ભાલોદથી અમદાવાદ જતી બસ અને હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને અવિધા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.8 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.જયારે 2 મુસાફરોને વધુ ઈજા પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા.અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
અકસ્માતની જાણ થતાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ અવિધા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી અને તબીબો સાથે ચર્ચા કરી જરૂરી સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.




