(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા સાગબારા તાલુકામાં જળ બમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદ નાં પાણી ગામમા, ઘરોમાં પાણી ઘુસતાં જન જીવન ખોરવાઈ જવા પામ્યું છે.
સાગબારા તાલુકાનાં રણબુડા ગામમાં ભારે વરસાદ ને કારણે ઘરોમાં પાણી ભરાયા હતાંરણબુડા ગામમાં ભારે વરસાદથી પરિવારને નુકસાનનાં અહેવાલ છે.
ઘરોમાં પાણી ભરાતા અનાજ, વાસણો તણાયાછે ગ્રામ જનોએ નુકસાન સામે તાત્કાલિક સરકારી સહાયની માંગ કરી છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રણબુડા ગામમાં ભારે વરસાદન કારણે એક પરિવારને નુકસાન થયું છે.અશ્વિનભાઈ મજીભાઈના ઘર નજીકથી પસાર થતા પાણીના નાળામાં પ્રવાહવધતા તેમના ઘરમાં પાણી ઘૂસી ગયુ હતું.
આ ઘટનામાં ઘરમાં રાખેલું અનાજ,ઘર વપરાશના વાસણો અને અન્ય જરૂરીસામાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.જેના કારણે પરિવારને આર્થિક નુકસાન થયું છે.વરસાદી આફતને કારણેપરિવાર હાલ મુશ્કેલીમાં મુકાયો છે.
રણબુડા ગામના ગ્રામજનોએ રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને અપીલ કરી છે. તેમણે અસરગ્રસ્ત પરિવારની તાત્કાલિક મુલાકાત લઈ નુકસાનનુંસર્વેક્ષણ કરવા અને સરકારી નિયમો મુજબ વહેલી તકે સહાય પૂરપાડવા વિનંતી કરી છે.પાણીના નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ઘરો મા પાણી ઘૂસી ગયું હતું.




