અંકલેશ્વરના કરારવેલ ગામનો ક્ષતિગ્રસ્ત ડાયવર્ઝન રસ્તો યુદ્ધના ધોરણે રિપેર કરતી જિલ્લા વહીવટી તંત્રની ટીમ

SHARE:

– ભારે વરસાદને કારણે ધોવાયેલ ડાયવર્ઝન રસ્તો ત્વરિત રિપેર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા તંત્ર સજ્જ

– જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે કામગીરી પ્રગતિમાં : ટૂંક સમયમાં મુખ્ય રસ્તો ચાલુ કરાશે

ભરૂચ,

અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામ ખાતે હાલમાં ચાલી રહેલી રસ્તાની કામગીરી દરમ્યાન વાહન વ્યવહારની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થારૂપે બાજુમાં આપવામાં આવેલું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે ધોવાઈ ગયું હતું.જેના લીધે કરારવેલ ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો કામચલાઉ ધોરણે બંધ થયો હતો.આ બાબતની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે.જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સંબંધિત વિભાગના અધિકારીઓ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.વરસાદી પાણીના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા આ ડાયવર્ઝન રસ્તાને રિપેર કરવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

ગામલોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ ત્વરિત ગતિએ કામગીરી પૂરી કરવામાં આવી રહી છે.જરૂરી મશીનરી અને માનવબળ સાથે રસ્તાના સમારકામની કામગીરી પ્રગતિમાં છે અને ટૂંક જ સમયમાં આ માર્ગ વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!