(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.મધ્યપ્રદેશ મહારાષ્ટમાં ભારે વરસાદ ને પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે.છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમ પાણીની સપાટીમાં 18 સે.મીનો વધારો થયો છે.નર્મદા ડેમમાં પાણીની આવક 28171 ક્યુસેક નોંધાઈ છે.નદીમાં પાણીની જાવક 611 ક્યુસેક થઈ રહી છે.જયારે કેનાલમાં પાણીની જાવક 7435 ક્યુસેક નોંધાઈ છે.કુલ જાવક 8046 ક્યુસેક નોંધાઈ છે. નર્મદા ડેમની હાલની સપાટી – 126.64 મીટરે પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.જયારે ડેમનો ગ્રોસ સ્ટોરેજ – 6151.77 MCM છે.




