ભરૂચ,
ભરૂચ પંથકના જૈન સમાજની અગ્રણી સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા સભ્યો અને તેમના પરિવારજનો માટે “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મલ્ટિપ્લેક્સ થિયેટરમાં તમામ સભ્યો માટે હાસ્યરસથી ભરપૂર ‘ધમાલ-4’ ફિલ્મનું વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યો અને તેમના પરિવારજનોએ ફિલ્મનો ભરપૂર આનંદ માણ્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના પ્રમુખ યુગેશ શાહ દ્વારા જૈન ઓશ્યલ ગ્રુપ ભરૂચના આગામી સામાજિક, સેવાકીય અને પારિવારિક કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે આવનારા પવિત્ર પર્યુષણ મહાપર્વ દરમ્યાન વર્ષીતપ સહિત વિવિધ આરાધનાઓ કરી રહેલા તપસ્વીઓના બહુમાન અને અનુમોદના માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ત્યાર બાદ તમામ સભ્યો માટે સ્વાદિષ્ટ જૈન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભોજન દરમ્યાન સભ્યો વચ્ચે આત્મીયતા, એકતા અને પારિવારિક લાગણીઓનો સુંદર માહોલ સર્જાયો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ સભ્યોએ આયોજક ટીમ, કાર્યકારિણીના હોદ્દેદારો તથા સ્વયંસેવકોના પ્રયત્નોની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.સભ્યોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં પરસ્પર પ્રેમ, ભાતૃભાવ અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.




