નર્મદામાં ક્રાંતિવીર છોટુભાઈ પુરાણીની ૧૪૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

SHARE:

– ગુરુજનો અને પૂર્વ વિદ્યાર્થીઓનો મિલન,તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ,પુસ્તક વિમોચન નાટક,કવિ સંમેલનનાં કાર્યક્રમો પણ યોજાયો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપલા દ્વારા સ્વતંત્ર સંગ્રામમાં હજારોની સંખ્યામાં યુવાનોને જોડનાર, શારીરિક શિક્ષણને જીવનનું અંગ બનાવનાર અને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે, આ સૂત્રને જીવનભર વરેલા અને શિક્ષણક્ષેત્રે રાજ્યભરમાં વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત કરીને ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું બિરૂદ મળ્યુ હતું તેવા છોટુભાઈ પુરાણીની ૧૪૧મી જન્મજયંતિની ઉજવણી એકતા નગર ખાતે ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ ની અધ્યક્ષતામા યોજાઈ હતી.જેમાં ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન નામના પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું.તથા અત્યાર સુધી યોગદાન આપનાર ટ્રસ્ટીઓ,હોદ્દેદારો, કોલેજના પૂર્વ પ્રિન્સીપાલઓ, પૂર્વ પ્રાધ્યાપકઓ,હાલના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને સ્ટાફ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળનુ સનન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં વ્યાયામ નો વધુ પ્રચાર પ્રસાર થાય અને સહુ ને સ્વસ્થ જીવન મળે તેવી કામના કરવામાં આવી હતી.એ ઉપરાંત ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાનપુસ્તક વિમોચન મહાનુભવોના હસ્તે કરાયું હતું.આ પ્રસંગે નાટક “જીવનગાથા છોટુભાઈ પુરાણીની” નાટકની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી સાંજે કવિસંમેલનમા જાણીતા કવિઓ દીપક જગતાપ, મંગળ રાવળ, નવઘણસિંહ વાઘેલા, કલ્પેશ ચાવડા, અમૃત બારોટ કવિઓએ છોટુભાઈ ના જીવન કવન ઉપર સુંદર કાવ્યની પ્રસ્તુતિ કરાઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!