– દીપક જગતાપ દ્વારા “મનનું ચોમાસું” લલિત નિબંધની પ્રસ્તુતિ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદામાં ચોમાસાની જમાવટ થતા નર્મદાના પ્રકૃતિધામ માંકડઆંબા ખાતે નર્મદા સાહિત્ય સંગમ આયોજિત વર્ષા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ અને લોક સહયોગ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કવિઓની ઉપસ્થિતિમાં વર્ષાના વધામણાં વિષય ઉપર વર્ષા કવિ સંમેલન યોજાયું હતું.જેમાં 18 જેટલાં કવિ ક્વયિત્રીઓએ ભાગ લીધો હતો.એ ઉપરાંત દીપક જગતાપ દ્વારા “મનનું ચોમાસું” લલિત નિબંધની પ્રસ્તુતિ સાથે વર્ષા કાવ્યોની રમઝટ કવિઓએ બોલાવી હતી.
આ પ્રસંગે ટૂંકી વાર્તા ઉપર પીએચડી કરનાર ડો.નગીનભાઈ વણકર નું નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે તથા સદસ્યોએ મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે છાત્રાલય ના બાળકો માટે નર્મદા સાહિત્ય સંગમ ના સદસ્યો દ્વારા નોટબુક, બોલપેન, બિસ્કિટ, ચોકલેટ, પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.અલ્પેશભાઈ બારોટે આવકાર પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે ઘનશ્યામ કુબાવત,નગીન વણકર, ડૉ. ભરત પરમાર,મહેન્દ્ર પ્રજાપતિ,ડૉ.દિનેશ પ્રજાપતિ, હરિવદન પાઠક,અનિલ મકવાણા,સોનલ ચૌધરી,સોનલ પંચાલ, નમીતા મકવાણા,સાવિત્રી મકવાણા,મોના વસાવા,પ્રા. કે ડી ચૌહાણ, હિરાજ વસાવા અને દીપક જગતાપે વર્ષા કાવ્યોની રમઝટ બોલાવી હતી.




