નર્મદા જિલ્લાના તમામ છ તાલુકામાં શ્રીકારવર્ષા : સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ નાંદોદમાં ખાબક્યો

SHARE:

– ડેડીયાપાડા તાલુકામાં ચાર ઈંચ વરસાદ,સાગબારા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા) 

આજે નર્મદા જિલ્લામાં છ એ છ તાલુકામાં શ્રીકારવર્ષા થઈ છે.જેમાં સૌથી વધુ વરસાદ નાંદોદ તાલુકામાં ચાર ઈંચ જેટલો ખાબકતા નાંદોદ તાલુકો જળબંબાકાર થઈ જવા પામ્યા છે.

છેલ્લા 24 કલાક માં સૌથી વરસાદ નાંદોદ તાલુકામાં 106 મિલી (4 ઈંચ) વરસાદ થયો છે.જયારે તિલકવાડા તાલુકામાં 40 મિલી (દોઢ ઈંચ) વરસાદ, ડેડીયાપાડા તાલુકામાં 94 મિલી (4 ઈંચ) વરસાદ, સાગબારા તાલુકામાં 87 મિલી (સાડા ત્રણ ઈંચ) વરસાદ, ગરુડેશ્વર તાલુકામાં 60 મિલી (સવા બે ઈંચ) વરસાદ અને ચીકદા તાલુકામાં 91 મિલી (પોણા ચાર ઈંચ) નોંધાયો છે.

24 કલાકમાં સરેરાશ 80 મિલી 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ખાસ કરીને નાંદોદ, ડેડીયાપાડા અને સાગબારા આ ત્રણ તાલુકામાં ભારે વરસાદને કારણે મોહન નદીમાં ભારે પૂર આવ્યા છેપૂરની સ્થિતિ સર્જાતા ગારદા–મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે.આજે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા, રસ્તાઓ બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ 127.82 મીટર, કરજણ ડેમ 104.95 મીટર છે.નાના કાકડીઆંબા ડેમ 183.30 મીટર અને ચોપડવાવ ડેમ 184.00 મીટરની સપાટી તથા ગરૂડેશ્વર પાસે નર્મદા ગેજ લેવલ 14.130 રહેવા પામ્યુ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!