– વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર : ચૈતર વસાવાના સમર્થનમાં 27 તારીખે છોટાઉદેપુરમાં મોટું સંમેલન યોજાશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આપ નું શક્તિ પ્રદર્શન સાથે વિશાળ રેલી રાજપીપલામાં નીકળી હતી અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને 1.5 લાખ લોકોએ સિગ્નેચર કરેલ બન્ચબોક્સ પણ સુપ્રત કર્યું હતું.
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કલેકટર કચેરી સુધી વિશાળ પદયાત્રાનું આયોજન થયુંહતું અને જનસભાનું આયોજન કરાયું હતું.રાજપીપલા ખાતે હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપીને ચૈતર વસાવાને સમર્થન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાની સાત વર્ષની જેલની સજા થઈ છે અને હજી તેઓ જેલની સજા ભોગવી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ લોકોએ સિગ્નેચર કરી હતી તેનું બંચ કલેકટરને સુપ્રત કર્યું હતું.1.5 લાખ સિગ્નેચરો કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવા જણાવ્યું હતું.
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કરવામાં આવેલ મહારેલી અને મહાસભામાં AAP નેતા ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, યુવરાજસિંહ જાડેજા, નિરંજન વસાવાએ હાજરીઆપી હતી.સિગ્નેચરોની સંખ્યા 10 લાખ સુધી પહોંચાડવાની છેએમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું.જો ચૈતરભાઈને તમે ફટાફટ કેસ ચલાવીને સજા કરાવી શકો છો,તો આ 16 લાખ પેન્ડિંગ છે એમને કેમ સજા નથી કરાવતા?.આદિવાસી ખેડૂતના ખેતરનો પાક નષ્ટ કરવામાં આવ્યો તો પહેલી જવાબદારી તો સાંસદ મનસુખભાઈની બનતી હતી.ચૈતર વસાવાના સમર્થનમાં 27 તારીખે છોટાઉદેપુરમાં મોટું સંમેલન યોજાશે.ભાજપે અનેક કાવતરાઓ કર્યા પણ ચૈતરભાઈ ઝૂક્યા નથી.
ગુજરાતમાં પણ છેલ્લા 14 વર્ષમાં 35 પેપર લીક થયાછે.રાષ્ટ્રપતિને જણાવીશું કે ચૈતરભાઈ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે.ભાજપે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે અને આનો જવાબ 2027માં આપીશુંએમ શકુંતલાબેન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીએ જણાવ્યું હતું.જયારે ધારાસભ્ય ચૈતર વસાવા અનેક મુદ્દાઓ પર લડતો આપે છે એ ભાજપ સરકારને ગમતું નથી એમ શકુંતલાબેન વસાવાએ જણાવ્યું હતું.જયારે ધારાસભ્ય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લોકો માટે લડત લડે છે,એ ભાજપના નેતાઓને ગમતું નથી: વર્ષાબેન વસાવા ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીએ જણાવ્યું હતુંનર્મદામાં જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કર્યા એ જ રીતે 2027માં અંબાજીથી ઉમરગામ સુધી સૂપડા સાફ કરવાના છેએમ વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું.




