હાંસોટ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વહીવટી તંત્ર તકેદારીના મોડમાં : અધિકારીઓએ પાંજરોલી ખાતે કિમ નદીની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું

SHARE:

– સુરક્ષા અને તકેદારીના પૂર્વપગલાં રૂપે, વધુ વરસાદ પડે અથવા નદીની સપાટીમાં વધારો થાય તો કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે સમજૂત કરાયા

ભરૂચ,

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક અને સજ્જ બન્યું છે.વરસાદની સંભાવના વચ્ચે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સ્થળ મુલાકાત અને નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાલુકા લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (હાંસોટ), મામલતદાર (હાંસોટ), પી.આઈ (હાંસોટ), તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ પાંજરોલી ગામના તલાટી કમ મંત્રી અને સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને પાંજરોલી ગામેથી પસાર થતી કિમ નદીની મુલાકાત લીધી હતી.અધિકારીઓ દ્વારા નદીમાં પાણીના પ્રવાહ અને સપાટીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.હાલના તબક્કે કિમ નદી ખાતે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.

સુરક્ષા અને તકેદારીના પૂર્વપગલાં રૂપે,જો આગામી સમયમાં વધુ વરસાદ પડે અથવા નદીની સપાટીમાં વધારો થાય તો કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!