– બેરિકેટિંગ અને પોલીસ બંદોબસ્ત તૈનાત
– તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરે અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી સુરક્ષિત રહે
ભરૂચ,
વરસાદના કારણે ભરૂચ જીલ્લાના વાલિયા દેસાડ ખાતે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર પાણી ઓવરટોપિંગ (ફરી વળવા) થતાં નાગરિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અવરજવર બંધ કરવામાં આવી છે.
પાણીના ભારે પ્રવાહને કારણે કોઈ અકસ્માત કે અપ્રિય ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સ્થળ પર ત્વરિત કામગીરી હાથ ધરીને બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત, લોકો જોખમી રીતે રસ્તો ઓળંગવાનો પ્રયાસ ન કરે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકો અને વાહનચાલકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ડાયવર્ઝન તરફ જવાનું ટાળે, તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરે અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી સુરક્ષિત રહે.




