(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ અને ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.આજે ડેમની સપાટી સૌથી વધારે પહેલી વાર 130મીટરને પાર કરી ગઈ છે.અત્યારે નર્મદા ડેમની સપાટી 130.56 મીટરે પહોચી ગઈ છે.જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થી હજી 8 મીટર દૂર છે.
મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણી આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.જેને કારણે ડેમમાં પાણીની આવક 67701ક્યુસેક થઈ રહી છે હાલ નર્મદા ડેમ 74.53 % ભરાઈ ગયો છે.
બીજી તરફ કરસન ડેમની વાત કરીએ તો કરજણ ડેમમાં પણ ઉપરવાસ માંથી ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે કરજણ ડેમ માંથી સાત ગેટ ખોલવામાં આવ્યા છે અત્યારે કરજણ નદીમાં 81879 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે કરજણ નથી બે કાઠે વહી રહી છે.રાજપીપળા ખાતેનો રામગઢનો પુલ અડધો ડૂબી જવા પામ્યો છે.કરજણ નદીમાં વધતા જતા પાણીના પ્રવાહને કારણે કરજણ કાંઠાના છ ગામોનો સાવધ કરી દેવામાં આવ્યા છે.




