ઝઘડિયા સુલતાનપુર ગૃપ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતા પીવાના પાણીની લાઈનમાં ડહોળું પાણી આવતા રોગચાળાની દહેશત

SHARE:

– રાજપૂત ફળિયા, થાણા ફળિયા, ખાડી ફળિયા, સુલતાનપુર સહિત અનેક વિસ્તારોમાં ડહોળું પાણી આવતા લોકોમાં રોષ

– ઝઘડિયાના નાગરીકોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો!

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

હાલ ચોમાસાની સિઝન પુરજોશમાં ખીલી રહી છે ત્યારે ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે આપવામાં આવેલી પીવાના પાણીની લાઇન ડહોળું પાણી આવતા હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામ પંચાયત ના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડહોળું પાણી આવતા રોગચાળાની દહેશત ઉભી થઈ છે! ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા નલ સે જલ ઘરે ઘરે લોકોને પીવા માટે નર્મદા ના મીઠા જળનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.પરંતુ જ્યારે હાલ ચોમાસાની ઋતુ સોળેકળાએ ખીલી રહી છે.ત્યારે જ ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની લાઈનમાં ક્યાંક અસુવિધા ઉભી થઇ રહી છે.છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણીની લાઈનમાં ડોહોળું પાણી આવતું હોવાની મોટી ફરિયાદો ઉઠી રહી છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની લાઇન માં લીકેજ હોવાની સંભાવના વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કિચડ સ્વરૂપે ડહોળું અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.રાજપૂત ફળિયા, થાણા ફળિયા, ખાડી ફળિયા, સુલતાનપુરા, સિનેમા ફળિયા, નવી નગરી, રોહિત વાસ સહિત અનેક વિસ્તારોમાં ડહોળું પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો છે.ઘરે ઘરે પંચાયતના પીવાના પાણીની લાઇનમાં ડહોળું પાણી‌ જે રોગચાળો ફેલાવી શકે છે તેવું પાણી પંચાયત દ્વારા સપ્લાય કરવામાં આવી રહ્યું છે.જો કે સમસ્યા છેલ્લા એક સપ્તાહ ઉપરાંતનના સમયની હોય છતાં પણ આ બાબતે પંચાયતી તંત્ર નિદ્રાધીન હોવાનું પણ સ્પષ્ટ જણાય રહ્યું છે. એક તરફ અવિરત વરસતા વરસાદમાં રોગચારો ફેલાય નહીં અને નાગરિકોનું સ્વાસ્થ તંદુરસ્ત રહે તે માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવતા આરોગ્ય વિભાગ ની ટીમ ખડે પગે છે. તો બીજી તરફ પંચાયત દ્વારા ડહોળું પાણી સપ્લાય કરવામાં આવતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સતાવી રહી છે.પંચાયતી તંત્ર લોકોને આપવામાં આવતા ડહોળા પાણી સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડે તેવી નાગરીકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!