ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કાર્યવાહીથી દોડધામ : જંબુસરના દોલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટના વહીવટ અને મિલકતોની તપાસ શરૂ

SHARE:

ભરૂચ,

જંબુસરની દોલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટના વહીવટ, હિસાબી કામગીરી અને મિલકતોના સંચાલન અંગે થયેલી રજૂઆતોના આધારે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે ટ્રસ્ટના જવાબદાર હોદ્દેદારોને સત્તાવાર નોટિસ પાઠવી તપાસ પ્રક્રિયા શરૂ કરી છે.

ગુજરાત રાજય વકફ બોર્ડની પરવાનગી વિના ભરૂચ જીલ્લાના જંબુસરની દોલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી કામગીરી, મિલકતોના ઉપયોગ,ભાડા વસૂલાત, હિસાબી પારદર્શિતા તેમજ વાર્ષિક અહેવાલો અંગે વિગતવાર સ્પષ્ટતા માંગવામાં આવી છે.નોટિસમાં ટ્રસ્ટની તમામ મિલકતોની સંપૂર્ણ વિગતો, ભાડે આપવામાં આવેલી દુકાનો અને અન્ય મિલકતોની માહિતી, ભાડુઆતોના નામ, ભાડાની રકમ, ભાડા કરારો તેમજ મિલકતોના ફોટોગ્રાફ્સ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત ટ્રસ્ટને આવક-જાવકના હિસાબ, ઓડિટ રિપોર્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો પણ રજૂ કરવા જણાવાયું છે.ગુજરાત રાજ્ય વકફ બોર્ડે જણાવ્યું છે કે રજૂઆતોના આધારે વકફ અધિનિયમની જોગવાઈઓ મુજબ કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે.જરૂરી માહિતી અને દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા બાદ નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જોકે આ કાર્યવાહીથી જંબુસર સહિત સમગ્ર પંથકમાં વકફ મિલ્કતોના સંચાલનમાં પારદર્શિતા, જવાબદારી અને કાયદાનું પાલન સુનિશ્ચિત થાય તેવી સ્થાનિક લોકામાં ચર્ચાઓ જોવા મળી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!