ભરૂચના શુકલતીર્થ – કરમાલી રોડ પર દીપડો નજરે પડતા લોકોમાં ભય

SHARE:

– કાર ચાલકે વિડીયો મોબાઈલમાં કેદ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો : વન વિભાગને જાણ કરાઈ 

ભરૂચ,

ભરૂચ તાલુકાના શુકલતીર્થ કરમાલી રોડ પર રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર દીપડો દેખાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ કરમાલી રોડ પર ગતરોજ રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર દીપડો દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે મુખ્ય માર્ગ પર લટાર મારતા દીપડાને જોતા કાર ચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.તાજેતરના સમયમાં વન્યજીવો જંગલના સીમાડા છોડીને રહેણાંક અને શહેરી વિસ્તારોની નજીક જોવા મળવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.કરમાલી ગામ નજીક દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.જોકે ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે તેને ઝડપી પાડવાની કવાયત હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!