ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મ કુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશા મુક્ત પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસનમુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી હતી.ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા,સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો.કાર્યક્રમ દરમ્યાન “નશા મુક્ત ભારત”ના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહવાહન કરવામાં આવ્યું હતું.




