(ભાવેશ પંડ્યા, ભાલોદ)
ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિત એમ.ઈ.એસ. નુરાની શાળા પરિસરમાં કોબ્રા સાપ જોવા મળતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.સાપ નીકડવાની ઘટનાની જાણ કરાતા સેવ એનિમલ ટીમના સભ્ય ને જાણ કરતા રવીન્દ્ર વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
રવીન્દ્ર વસાવાએ સાવચેતી અને કુશળતાપૂર્વક કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.ત્યાર બાદ સાપને સુરક્ષિત રીતે પકડી તેના કુદરતી નિવાસસ્થાને મુક્ત કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોએ તેમજ શાળા સંચાલકોએ સેવ એનિમલ ટીમ અને રવીન્દ્ર વસાવાના કાર્યની પ્રશંસા કરી હતી.સાથે જ લોકોને અપીલ કરવામાં આવી હતી કે સાપ દેખાય તો તેને મારવાનો પ્રયાસ ન કરવો, પરંતુ તરત જ પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો.




