ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ‘પ્રોજેક્ટ પોષક’ હેઠળ ભરૂચ જિલ્લાના અપૂરતા વજન ધરાવતી સગર્ભા માતાઓને પ્રોટીન પાઉડર સહાયનું વિતરણ

SHARE:

ભરૂચ, 

સમાજના સર્વાંગી વિકાસ અને માતા-શિશુના આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગ) ના સહયોગ દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી, ભરુચ અને ઈનર વીલ ક્લબ ઓફ ભરૂચ ના સયુક્ત ઉપક્રમે “પ્રોજેક્ટ પોષક” અંતર્ગત ભરુચ જિલ્લાના તમામ નવ તાલુકાની ઓછું વજન ધરાવતી સગર્ભા (ANC) માતાઓ માટે પ્રોટીન પાઉડર વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઓફ ભરુચ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના 1,535 જેટલી ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓને પોષણ પૂરક તરીકે 200 ગ્રામના પ્રોટીન પાઉડરના ત્રણ ડબ્બા વિતરણ કરવાની પહેલ હાથ ધરવામાં આવી છે.આ યોજના દ્વારા માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવી તંદુરસ્ત માતા અને સ્વસ્થ બાળકના જન્મને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે.

પ્રોજેક્ટ પોષક ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયતના (ફાઈબર) યુનિટ હેડ આર.રામકુમાર અને માનવ સંશાધન વિભાગના વડા નિમેષ જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ અમલીકૃત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત (એપોક્ષી)ના યુનિટ હેડ રાકેશ ચોક્સી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “સ્વસ્થ માતા એ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનો મજબૂત પાયો છે. જો માતા સ્વસ્થ હશે તો જ દેશને સ્વસ્થ, સશક્ત અને સંસ્કારી નાગરિકો મળશે. માતા અને બાળકનું આરોગ્ય માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે.”

હેમરાજ પટેલ – CSR હેડ અને કલ્પિત પંડ્યા કોર્પોરેટ અફેર હેડ અને રેણુ માથુર એચ આર હેડ ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત દ્વારા આરોગ્ય, શિક્ષણ, જીવનોપાર્જન,માળખાકીય સુવિધાઓ અને પર્યાવરણ ક્ષેત્રે કરવામાં આવતા વિવિધ CSR પ્રકલ્પોની માહિતી આપી અને જણાવ્યું કે કંપની હંમેશા સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે તેમણે વિશેષમાં જણાવ્યું કે આ પ્રોટીનની સહાય સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે અને સ્વસ્થ માતા જ સ્વસ્થ અને બુદ્ધિશાળી પેઢીનું નિર્માણ કરી શકે છે.

કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ.મુનીરા શુક્લાએ ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR વિભાગનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે “જિલ્લા આરોગ્ય વિભાગ અને ઉદ્યોગો વચ્ચેનો આ પ્રકારનો સહયોગ માતા અને બાળકના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ‘પ્રોજેક્ટ પોષક’ જેવી પહેલ સરકારના આરોગ્ય કાર્યક્રમોને વધુ મજબૂત બનાવે છે અને પોષણ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.”

જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ , જિલ્લા પંચાયત ચેરમેન વિમલ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા અને દૂધાધારi ડેરીના ચેરમેન સંજયસિંહ પણ ઉપસ્થિત રહી તમામ સગર્ભા માતાઓને સંતુલિત આહાર, નિયમિત આરોગ્ય તપાસ, સ્વચ્છતા, પૂરતું પાણી પીવાની આદત વગેરે બાબતોની સલાહ આપી હતી.

ઈનર વીલ ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ શ્રુતિ ચાવડા અને પાસ્ટ પ્રેસિડેન્ટ ચિંતલ ટલોટ દ્વારા ઉપસ્થિત સગર્ભા બહેનોને સમયસર આયર્ન-કેલ્શિયમની દવાઓ લેવાની અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન ગ્રાસિમ CSR ટીમ, જિલ્લા આરોગ્ય વિભાગ અને રોટેરી ક્લબના ઈનેર વ્હીલ વિભાગના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

પ્રોજેક્ટ પોષક માત્ર પોષણ સહાય પૂરું પાડવાનો કાર્યક્રમ નથી, પરંતુ માતૃત્વ આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવી કુપોષણમુક્ત, સ્વસ્થ અને સશક્ત ભરૂચના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!