ભરૂચની રુંગટા વિદ્યાભવન અને રુકમણી દેવી રુંગટા વિદ્યાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

SHARE:

ભરૂચ,

આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચની રુંગટા વિદ્યાભવન તથા રુકમણી દેવી રુંગટા વિદ્યાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજિત 500 જેટલા વિધાર્થીઓ અને 50 શિક્ષકો જોડાયેલા હતા.

આ તિરંગા યાત્રાને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજ મહેતા તથા ઓબીસી મોરચા પ્રમુખ કમલેશ મોદી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ યાત્રા શાળા કેમ્પસ થી પાંચબત્તી થઈ સ્ટેશન રોડથી શાળા કેમ્પસમાં પરત ફરી હતી.વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.સમગ્ર યાત્રા દરમ્યાન રાષ્ટ્રપ્રેમ,એકતા અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજના સન્માન તથા દેશ પ્રત્યેની જવાબદારી અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!