– સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ
ભરૂચ,
જંબુસરમાં ખુલ્લી વરસાદી ગટરોની સમસ્યા ગંભીર બની રહી છે.શહેરના હીરો હોન્ડા શોરૂમ નજીક વધુ એક એક્ટિવા ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
ભરૂચ જીલ્લાના જંબુસરમાં ખુલ્લી વરસાદી ગટરોની સમસ્યા ગંભીર બની રહી છે.શહેરના હીરોહોન્ડા શોરૂમ નજીક વધુ એક એક્ટિવા ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકવાની ઘટના સામે આવી છે.સદ્દનસીબે આ અકસ્માતમાં એક્ટિવા સવારનો આબાદ બચાવ થયો હતો.ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ એક્ટિવાને ગટરમાંથી બહાર કાઢી હતી.ઉલ્લેખનીય છે કે જંબુસરમાં માત્ર ત્રણ દિવસમાં ખુલ્લી ગટરને લઈને આ બીજી ઘટના બની છે.અગાઉ એક ગાય પણ ખુલ્લી વરસાદી ગટરમાં ખાબકી હતી. હવે એક્ટિવા સવાર સાથે બનેલી ઘટનાએ નગરમાં ખુલ્લી ગટરોની ગંભીર સમસ્યાને ફરી એક વખત ઉજાગર કરી છે.ત્યારે ખુલ્લી ગટરો ને બંધ કરવામાં તંત્રને કોઈ રસ ન હોય જેથી આવી ઘટના બની રહી છે.જો વહેલી તકે નિરાકરણ નહીં લાવવામાં આવે તો કોઈ નિર્દોષ જીવ ગુમાવશે તે નક્કી છે.




