નર્મદાના જંગલ જમીન વિવાદમાં નવો વળાંક : ડોંગરીવાળા વન સમિતિના પ્રમુખ – મંત્રીના ચોંકાવનારા નિવેદન સામે આવ્યા

SHARE:

– 2002 થી સાગબારાના ખોપી સહિત 12 ગામો ને ઉમરપાડા વન સમિતિમાં સમાવેશ કર્યો છે

– પ્રમુખ – મંત્રીનો દાવો કે સાગબારાના આ 12 ગામોના આદિવાસી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાના સાગબારાના જંગલ જમીન વિવાદમાં નવો વળાંક આવ્યો છે.ડોંગરીવાળા વન સમિતિના પ્રમુખ મંત્રીના ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે.

નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત ઉમરપાડા વચ્ચે જંગલ જમીન વિવાદ વકર્યો છે.ઉપરપાડા તાલુકાના ડોંગરીપાડા વન સમિતિના પ્રમુખ મંત્રીનું ચોંકાવનારું નિવેદન આવ્યું છે.

અમરસિંહ વસાવા પ્રમુખ વન સમિતિ, ડોંગરીપાડા અને મન્ત્રી અરવિંદ વસાવાના જણાવ્યા અનુસાર ઉમરપાડા અને સાગબારા ના આદિવાસીઓ ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે.આ વિસ્થાપિતોને સરકારે જ 2005માં જીવન નિર્વાહ માટે જમીનો આપી હતી.ત્યારથી અત્યાર સુધી બંને સરહદોના ખેડૂતો એક થઈ ને ખેડાણ કરીએ છીએ.સાગબારા ઉમરપાડા ના ખેડૂતો એક થઈ ને ખેતી કરી પરિવાર ની જેમ રહે છે.

વનવિભાગ આ જમીન ઉમરપાડામાંની વાત કરી આદિવાસીઓ ને જંગલ જમીન ખેડતા અટકાવવાનો નિર્ણય છે.2002 થી સાગબારાના ખોપી સહિત 12 ગામો ને ઉમરપાડા વન સમિતિમાં સમાવેશ કર્યો છે.પ્રમુખ મંત્રીનો દાવો કે સાગબારાના આ 12 ગામોના આદિવાસી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે.આદિવાસીઓ ને જંગલ જમીન ખેડવાના અધિકાર આપ્યા હતા.

FRA માં સાગબારા ઉમરપાડા ના 608 દાવો કરવામાં આવ્યા હતા.વન વિભાગ સાગબારા અને ઉમરપાડા વચ્ચે જે ભાગ પાડે છે તેવા નિયમ નથી.એક તરફ સાંસદ અને ધારાસભ્ય અને સાગબારાના ખેડૂતો સરકાર સામે ખેડાણ કરવા દેવાની મંજૂરી માંગી રહ્યાં છે ત્યારે ઉપરપાડા તાલુકાના ડોંગરીપાડા વન સમિતિના પ્રમુખ મંત્રીના નિવેદન પણ સાગબારાના ખેડૂતોની તરફેણમાં નિવેદન આપ્યું છે ત્યારે એ હવે જોવું રહ્યુંકે સરકાર કેવો નિર્ણય લે છે?

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!