ચિકન રોલ આરોગ્યા બાદ પાલેજના 14 વર્ષીય કિશોરની તબિયત લથડતા સારવાર દરમ્યાન મોત : ફૂડ વિભાગે સમયાંતરે ચેકીંગ કરવાની જરૂર

SHARE:

– ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ શરૂ કરી : પોલીસે વધુ તપાસ હાથધરી 

– ફૂડ વિભાગ દ્વારા કેટલી નોનવેજ હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબા પણ અત્યાર સુધી ચેકીંગ કરી શું કાર્યવાહી કરી જેવા સવાલો ઉભા થયા 

ભરૂચ,

પાલેજમાં ચિકન રોલ આરોગ્યા બાદ 14 વર્ષીય કિશોરની તબિયત લથડતા સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે.to ઘટનાના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથધરી છે તો પોલીસે પણ ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી હતી.

ભરૂચના પાલેજ એસ.કે.નગર ખાતે રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વ કુમાર ધોરણ 6માં અભ્યાસ કરતો હોય જેથી તે સાસરોદ ગામે રહેતો હતો.ફરિયાદ મુજબ ગત તા.8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વ કુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લઈ ઘરે ગયા હતા.ચાર ચિકન રોલ પરિવારના ચાર સભ્યો પુત્ર કુમાર, તેની બહેન, માતા અને પિતાએ ખાધા હતા.ભોજન લીધા બાદ બીજા જ દિવસે ચારેયની તબિયત લથડી હતી અને ઝાડા-ઉલટી શરૂ થઈ હતી.રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી નહોતી ત્યારબાદ તા. 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા.જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી.દરમિયાન પૂર્વ કુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.ભરૂચ સિવિલ હોસ્પિટલ માંથી પણ તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો ત્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ પરિવારની આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યાર સારવાર દરમ્યાન પૂર્વ કુમારનું મોત નીપજ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.દરમિયાન પૂર્વ કુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.ભરૂચ સિવિલ હોસ્પિટલ માંથી પણ તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો ત્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ પરિવારની આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યાર સારવાર દરમ્યાન પૂર્વ કુમારનું મોત નીપજ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નોનવેજ નું વેચાણ કરતી દુકાનો અને રેસ્ટોરન્ટમાં ચિકન ફ્રેશ આવે છે કે પછી ડીપ ફ્રીજ કરી તેનો વપરાશ કરવામાં આવે છે તે દિશામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂટિંગ તપાસ કરવાની છે.પરંતુ જયારે કોઈ બનાવ બને ત્યારે ચેકીંગ હાથ ધરવામાં આવતા ફૂડ વિભાગની કામગીરી સામે પણ પ્રજામાં અનેક સવાલો ઉભા કર્યા છે. જોકે ફૂડ વિભાગે અત્યાર સુધીમાં કેટલી નોનવેજ હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકીંગ કર્યું અને કેટલો મુદ્દામાલ નાશ કરવા સાથે શું કાર્યવાહી કરી તેવા સવાલો ઉભા થયા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!