ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે ‘૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ’નું શાનદાર આયોજન

SHARE:

– આગામી 19 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાતના એકતા નગર ખાતે ૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ યોજાશે

– આંધ્રપ્રદેશ,આસામ,બિહાર,દિલ્હી,મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિત દેશના વિવિધ ખૂણેથી ખેલાડીઓ ભાગ લેશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ચેસ એટલે બુદ્ધિ, એકાગ્રતા અને રણનીતિની રમત. અને જ્યારે વાત અખિલ ભારતીય સ્તરની સ્પર્ધાની હોય,ત્યારે રોમાંચ બમણો થઈ જાય છે.આગામી 19 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાતના એકતા નગર ખાતે ૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે.જીએસસી બેંક, સહકાર ભવન ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 18 ડાક પરિમંડળની ટીમો પોતાનું કૌશલ્ય બતાવશે.જેમાં આંધ્રપ્રદેશ,આસામ,બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર,તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિત દેશના વિવિધ ખૂણેથી ખેલાડીઓ એક મંચ પર એકત્ર થશે. આ સ્પર્ધા સ્વિસ સિસ્ટમ પર આધારિત રહેશે,જેમાં ટીમ અને વ્યક્તિગત એમ બંને ચેમ્પિયનશિપ રમાશે. ગત વર્ષે ગોવા ખાતે યોજાયેલી 37મી ચેમ્પિયનશિપમાં ચેસ બોર્ડ પર ભારે રસાકસી જોવા મળી હતી. ટીમ ઈવેન્ટમાં તમિલનાડુ ડાક પરિમંડળ ચેમ્પિયન બન્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!