ભરૂચની ઈન્ડિયન બેકરી માંથી બગડેલો પફ આવતા ફૂડ વિભાગની કાર્યવાહી

SHARE:

ભરૂચ,

ભરૂચમાં બગડેલા ખાદ્ય પદાર્થોને લઈને તંત્રની તપાસ વચ્ચે હવે ભરૂચ નગરપાલિકા સામે આવેલી ઈન્ડિયન બેકરીમાં બગડેલા પફનો મામલો સામે આવ્યો છે.

પાલેજમાં બગડેલો ખોરાક ખાધા બાદ 12 વર્ષીય બાળકના મોતની ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જિલ્લામાં ખાદ્ય દુકાનોમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે નગરપાલિકા સામે આવેલી ઈન્ડિયન બેકરી માંથી ગ્રાહકે પફ ખરીદી આરોગ્યો હતો.જોકે પફ બગડેલો હોવાનું ધ્યાનમાં આવતા ગ્રાહકે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરી હતી.ફરિયાદ મળતા જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને બેકરીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પફના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને બગડેલા પફનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.અધિકારીઓએ બેકરી સંચાલકને નોટિસ ફટકારી કાર્યવાહી હાથધરી હતી તેમજ દુકાન બંધ કરાવવામાં આવી હતી.પાલેજની ઘટના બાદ ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે ઉઠેલા સવાલો વચ્ચે ભરૂચ શહેરમાં સામે આવેલી આ ઘટનાએ તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા કર્યા છે.હવે સેમ્પલના રિપોર્ટ બાદ બેકરી સંચાલક સામે વધુ કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!