એકતા નગર ખાતે ૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટમાં વિવિધ રાજ્યોના 118 ખેલાડીઓઓએ ભાગ લીધો

SHARE:

-આંધ્રપ્રદેશ,આસામ,બિહાર,દિલ્હી,મહારાષ્ટ્ર,તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિત દેશના વિવિધ ખૂણેથી ખેલાડીઓ  ભાગ લીધો : ટીમ ઈવેન્ટમાં તમિલનાડુ ડાક પરિમંડળ ચેમ્પિયન બન્યુ

– મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં યજમાન ગુજરાતે બંને મેચમાં વિજય મેળવી શાનદાર જીત મેળવી 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

એકતા નગર ખાતે ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે ‘૩૮મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ’નું આયોજન કરાયું હતું.જેમાં આંધ્રપ્રદેશ,આસામ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિત દેશના વિવિધ ખૂણેથી 118 જેટલાં ખેલાડીઓ  ભાગ લીધો હતો.24 ઓગસ્ટ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે.

જીએસસી બેંક, સહકાર ભવન ખાતે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 18 ડાક પરિમંડળની ટીમો પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.દેશભરમાંથી આવેલા ટપાલ કર્મચારીઓએ ઉચ્ચ કક્ષાની ચેસ કુશળતા, એકાગ્રતા અને રમતગમતની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું.જેમાં આંધ્રપ્રદેશ,આસામ,બિહાર,દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિત દેશના વિવિધ ખૂણેથી ખેલાડીઓ એક મંચ પર એકત્ર થયા છે.આ સ્પર્ધા સ્વિસ સિસ્ટમ પર આધારિત છે.જેમાં ટીમ અને વ્યક્તિગત એમ બંને ચેમ્પિયનશિપ રમાશે.ગત વર્ષે ગોવા ખાતે યોજાયેલી 37મી ચેમ્પિયનશિપમાં ચેસ બોર્ડ પર ભારે રસાકસી જોવા મળી હતી. ટીમ ઈવેન્ટમાં તમિલનાડુ ડાક પરિમંડળ ચેમ્પિયન બન્યું હતું.

ગુજરાત ખાતે આયોજિત 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટૂર્નામેન્ટ 2026-27માં પ્રથમ બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ પુરુષ અને મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા.પુરુષ ટીમ ચેમ્પિયનશિપમાં રાજસ્થાન, ઓડિશા અને ઉત્તર પ્રદેશે બંને મેચ જીતીને 4-4 મેચ પોઈન્ટ સાથે શાનદાર શરૂઆત કરી હતી.જયારે યજમાન ગુજરાતે પ્રથમ બે મેચમાંથી એક મેચમાં વિજય મેળવ્યો હતો.જયારે મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં યજમાન ગુજરાતે બંને મેચમાં વિજય મેળવી શાનદાર શરૂઆત કરી છે અને 4 મેચ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જયારે 

મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલ 4 મેચ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું, જ્યારે પશ્ચિમ બંગાળ પોસ્ટલ સર્કલ 2 મેચ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યુ હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!