ઝઘડિયાના ઈન્દોર ગામની સીમના ખેતરોમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલી ઉમલ્લા પોલીસે સાત ઈસમોને ઝડપી લીધા

SHARE:

– સીમમાં સંતાડેલ કેબલ ભરેલ કોથળો અને ગુનાના કામે વપરાયેલ બે મોટરસાયકલ પોલીસે કબ્જે કરી 

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

વિસ્તારની સીમના ખેતરોમાં બોરવેલમાંથી રાત્રિના સમયે કેબલ ચોરી કરતી ટોળકીનો ઉમલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે.પોલીસે આ ગુના હેઠળ ૭ જેટલા આરોપીઓની અટકાયત કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી બે બાઈક કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વડોદરા વિભાગ પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ અને ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉમલ્લા પોલીસ ઈન્સ્પેક્ટર આર.સી.વસાવા તથા તેમની ટીમ પોલીસ મથક વિસ્તારમાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધવા કાર્યરત હતા.તે સીમમાં આવેલ ખેતરોના બોરવેલના કેબલની ચોરી બામલ્લા ગામે રહેતા કૌશિકભાઈ નરેશભાઈ વસાવા તથા સંદીપભાઈ મેલસંગભાઈ વસાવાએ કરી છે.આ બાતમીના આધારે પોલીસે બામલ્લા ગામે દરોડો પાડી બંનેની સઘન પૂછપરછ કરતા તેમણે પોતાના અન્ય ૫ સાગરીતો સાથે મળી રાત્રિના સમયે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આ ગુનામાં સંકળાયેલા (૧) કૌશિકભાઈ નરેશભાઈ વસાવા (રહે.બામલ્લા,દૂધડેરી ફળિયું) (૨) સંદીપભાઈ મેલસીંગભાઈ વસાવા (રહે.બામલ્લા,સુથાર ફળિયું) (૩) અલ્કેશભાઈ અમૃતભાઈ વસાવા (રહે.બામલ્લા,દૂધડેરી ફળિયું) (૪) પિયુષભાઈ રતિલાલ વસાવા (રહે.બામલ્લા,સુથાર ફળિયું) (૫) મનિષભાઈ લક્કડીયાભાઈ વસાવા (રહે.બામલ્લા,સુથાર ફળિયું) (૬) અંકિતભાઈ ભરતભાઈ વસાવા (રહે.ખરચી,તળાવ ફળિયું) (૭) રાહુલભાઈ શીવાભાઈ મોર્યો (રહે.ખરચી,ભીલવાડા ટેકરાફળિયું) ના ઓને પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ ટોળકી રાત્રિના સમયે મોટરસાયકલ પર સવાર થઈ અલગ અલગ વિસ્તારના ખેતરોમાં જતી હતી.ત્યાં બોરવેલ માટેના કેબલ કાપીને ચોરી કરી ખેતરોમાં સંતાડી રાખતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા.

પોલીસે સીમમાં સંતાડેલો કેબલ ભરેલો કોથળો તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ૨ મોટરસાયકલ યામાહા MT-15 કિંમત રૂ.૮૦,૦૦૦ અને સ્પ્લેન્ડર પ્લસ કિંમત રૂ.૨૦,૦૦૦ કબ્જે કરી હતી.પકડાયેલા આરોપીઓ પૈકી કૌશિક વસાવા અને અંકિત વસાવા અગાઉ પણ મારામારી અને મિલકત સંબંધી ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!