આમોદના ડૉ.ખત્રી બિલાલ એહમદે ફિલિપાઈન્સમાં MBBSની ડિગ્રી મેળવી પરિવાર-સમાજ અને ગામનું નામ રોશન કર્યું

SHARE:

ભરૂચ,
આમોદના બાદલ કુટુંબ તથા ખત્રી સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.આમોદના ડૉ.ખત્રી બિલાલ એહમદ ઇમરાન ભાઈ એ ફિલિપાઈન્સમાં MBBSની ડિગ્રી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. તેમની આ સિદ્ધિથી પરિવારજનો,ખત્રી સમાજ તેમજ આમોદના લોકોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
છેલ્લા ત્રણ વર્ષથી પોતાના વતન, પરિવાર અને સ્વજનો થી દૂર રહી ફિલિપાઈન્સમાં અભ્યાસ કરી ડો.બિલાલએહમદે તબીબી શિક્ષણ પૂર્ણ કર્યું હતું.અનેક પડકારો વચ્ચે મહેનત અને ધીરજ સાથે અભ્યાસ પૂર્ણ કરી આજે ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી તેમણે પોતાના પરિવાર સાથે સમગ્ર સમાજ અને આમોદ ગામનું નામ રોશન કર્યું છે.ડૉ.ખત્રી બિલાલએહમદ ઈમરાન ભાઈની આ સફળતા બદલ પરિવારજનો, સગા-સંબંધીઓ, ખત્રી સમાજના આગેવાનો તેમજ આમોદના લોકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.તેમની આ સિદ્ધિ યુવાનો માટે મહેનત, સંઘર્ષ અને સમર્પણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!