ઝઘડિયા GIDCમાં નર્મદા ક્લીન ટેક (NCT)ની બહારની ચેમ્બર ઓવરફ્લો : દૂષિત પાણી બહાર વહેતા પર્યાવરણ સુરક્ષા સામે સવાલો

SHARE:

ભરૂચ,

ઝઘડિયા GIDC ખાતે આવેલી નર્મદા ક્લીન ટેક (NCT)ની બહારની ચેમ્બર ઓવરફ્લો થતાં દૂષિત પાણી બહાર નીકળ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.સ્થળના ફોટા અને વિડિયોમાં ચેમ્બરની આસપાસ દુષિત પાણી બહાર ફેલાયેલુ જોવા મળી રહ્યું છે,જેને લઈને પર્યાવરણ સુરક્ષા અને NCTની મોનિટરિંગ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

નર્મદા ક્લીન ટેકનું મુખ્ય કાર્ય વિવિધ સભ્ય ઉદ્યોગોમાંથી આવતા એફલૂન્ટનું સંચાલન અને ટ્રીટમેન્ટ બાદ પાઈપલાઈન મારફતે નિકાલની વ્યવસ્થા કરવાનું છે અને સભ્ય ઉદ્યોગોના એફલૂન્ટની ગુણવત્તા તથા જથ્થાની દેખરેખ વિગેરે વ્યવસ્થા પર પણ મોનીટરીંગ રાખવાનું છે.

પરંતુ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, NCT પાસે પોતાની મોનિટરિંગ વ્યવસ્થા અને એજન્સીઓ હોવા છતાં ચેમ્બર ઓવરફ્લો થવાની સ્થિતિ કેમ સર્જાઈ? શું સમયસર ચેમ્બરની ક્ષમતા, પંપિંગ સિસ્ટમ અને પાઇપલાઇનની તપાસ કરવામાં આવી ન હતી?

NCTને મળેલી પર્યાવરણીય મંજૂરીની શરતોમાં સભ્ય ઉદ્યોગોમાંથી આવતા એફલૂન્ટનું સતત અને સતર્ક મોનિટરિંગ, પૂરતી ક્ષમતાવાળી પાઈપલાઈન વ્યવસ્થા તથા યોગ્ય ટ્રીટમેન્ટ સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્પષ્ટ કરવામાં આવી છે.તેમ છતાં આ ઘટના અનેકો ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જેવા કે ચેમ્બર ઓવરફ્લો થવા પાછળનું વાસ્તવિક કારણ શું?ઓવરફ્લો થયેલું પાણી સંપૂર્ણપણે ટ્રીટેડ હતું કે તેમાં દૂષિત એફલૂન્ટ સામેલ હતુ?

NCTની મોનિટરિંગ એજન્સી દ્વારા સમયસર આ સ્થિતિની નોંધ લેવામાં આવી હતી કે નહીં? અને ક્યારે?,

ઘટના બાદ કેટલું પાણી બહાર વહ્યું અને તેની અસરની તપાસ કરવામાં આવી છે કે નહીં?પર્યાવરણના જતન અને ઔદ્યોગિક પાણીના વૈજ્ઞાનિક નિકાલ માટે સ્થાપવામાં આવેલી સંસ્થા પાસે જ આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

સભ્ય ઈન્ડસ્ટ્રીઝના એફલૂન્ટને ટ્રીટમેન્ટ કરીને પાઈપલાઈન મારફતે દરિયામાં નિયત સ્થળે નિકાલ કરવાની જવાબદારી સંભાળતી NCT પર્યાવરણ સુરક્ષાના મામલે વધુ ગંભીર અને જવાબદાર બનશે કે કેમ, તે હવે મહત્વનો પ્રશ્ન બની ગયો છે.

સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા સમગ્ર ઘટનાની GPCB દ્વારા નિષ્પક્ષ તપાસ કરી, પાણીના નમૂના લેવામાં આવે અને ઓવરફ્લોના કારણો જાહેર કરવામાં અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!