– મોબાઈલ અને બેટરીના અજવાળે ચાલતા જુગાર પર પોલીસનો દરોડો : રોકડ રકમ,મોબાઈલ અને મોપેડ સ્કુટર સહિત કુલ રૂપિયા ૧.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસે અશા ગામના ગોચર માંથી ૧૪ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈને નાશી ગયેલ અન્ય ૬ ને વોન્ટેડ જાહેર કરી સ્થળ પરથી કુલ રૂપિયા ૧.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઉમલ્લા પોલીસ ઈન્સપેક્ટર આર.સી.વસાવા ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીના આધારે અશા ગામ નજીક આવેલ ગોચરની જમીનમાં ઝાડી-ઝાંખરાની આડમાં બાવળના ઝાડ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળીને મોબાઈલ અને બેટરીના અજવાળે પત્તા-પાના વડે રૂપિયાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાનું જણાતા પોલીસે કોર્ડન કરી ૧૪ જુગારીયાઓને રંગેહાથ ઝડપી લીધા હતા.જ્યારે રેડ દરમ્યાન અંધારાનો લાભ ઉઠાવી ૬ ઈસમો ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા ૧૮,૫૦૦ ,મોબાઈલ ફોન ૧૦ નંગ કિંમત રૂપિયા ૭૩,૦૦૦,બેટરી ૦૨ નંગ,એકટીવા સ્કૂટર ૦૧ નંગ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ તેમજ જુગાર રમવાના પત્તાપાના મળી કુલ રૂપિયા ૧૨૧૫૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા (૧) રમેશભાઈ ગોકુળભાઈ વસાવા રહે.જરોઈ, તા.ઝઘડિયા, જી. ભરૂચ (૨) વિશાલભાઈ રાજુભાઈ વસાવા રહે.અશા ગામ,જૂનું ફળિયું તા.ઝઘડિયા (૩) કાલુભાઈ શીવાભાઈ વસાવા રહે.અશા ગામ દૂધડેરી ફળિયું તા.ઝઘડિયા (૪) કોયજીભાઈ ચુનીલાલભાઈ વસાવા રહે.અશા ગામ નવી નગરી તા.ઝઘડિયા (૫) અજયભાઈ મોહનભાઈ વસાવા રહે.અશા ગામ જૂનું ફળિયુ તા.ઝઘડિયા (૬) વિજયભાઈ બુધાભાઈ વસાવા રહે.અશા ગામ દૂધડેરી ફળિયું તા.ઝઘડિયા (૭) જગદિશભાઈ ડાહ્યાભાઈ માછી રહે.નાવરા ગામ નવી નગરી તા.નાંદોદ જી.નર્મદા (૮) ગોવિંદભાઈ ખોળાભાઈ વસાવા રહે.અશા ગામ ડબ્બા ફળિયું તા.ઝઘડિયા (૯) કલ્પેશકુમાર રાજેશભાઈ વસાવા રહે.અશા ગામ નવી નગરી તા.ઝઘડિયા (૧૦) દિક્ષિતભાઈ દિલિપભાઈ વસાવા રહે.અશા ગામ નવી નગરી તા.ઝઘડિયા (૧૧) સુખદેવભાઈ ગોરધનભાઈ વસાવા રહે.અશા ગામ જૂનું ફળિયું તા.ઝઘડિયા (૧૨) જિજ્ઞેશભાઈ રમેશભાઈ વસાવા રહે.અશા ગામ નવી નગરી તા.ઝઘડિયા (૧૩) બુધીયાભાઈ ખોડીયાભાઈ વસાવા રહે.અશા ગામ નવી નગરી તા.ઝઘડિયા (૧૪) ભરતભાઈ બચુભાઈ વસાવા રહે.અશા ગામ જૂનું ફળિયું તા.ઝઘડિયાનાને ઝડપી લીધા હતા. જયારે પોલીસની રેઈડ જોઈને અન્ય ૬ આરોપીઓ (૧) દિનેશભાઈ ઉર્ફે દિલકો મંગળભાઈ વસાવા રહે.અશા ગામ તા.ઝઘડિયા (૨) મુન્નો જેન્તીભાઈ વસાવા રહે.જરોઈ ગામ તા.ઝઘડિયા (૩) સુર્યો ઈશ્વરભાઈ વસાવા રહે.જરોઈ ગામ નવી નગરી તા.ઝઘડિયા (૪) કનુભાઈ ચંપકભાઈ વસાવા રહે.જરોઈ ગામ નવી નગરી તા.ઝઘડિયા (૫) જીગો ચંદુભાઈ વસાવા રહે.અશા ગામ તા.ઝઘડિયા (૬) રાહુલભાઈ વસાવા (જમાઈ અશા ગામ) રહે.અશા ગામ તા.ઝઘડિયાનાઓ નાશી છૂટતા તમામને વોન્ટેડ જાહેર કરીને તમામ ઈસમો સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




