SGFI ખો-ખો સ્પર્ધા : પી.એમ.શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓએ નેત્રંગ તાલુકાનું નામ રોશન કર્યું

SHARE:

– જિલ્લાકક્ષાની ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની ત્રણેય ટીમો ચેમ્પિયન બની

– ૩૫ ટીમોના ૪૨૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો : વિજેતા ખેલાડીઓ માંથી પસંદગી પામનાર ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે

ભરૂચ,

ભરૂચ જિલ્લા રમતગમ્મત અધિકારી રાજન ગોહિલના અધ્યક્ષસ્થાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભરૂચ ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત ત્રિદિવસીય જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓ માંથી ૩૫ જેટલી ટીમોના ૧૯૨ ભાઈઓ અને ૨૨૮ બહેનો મળી કુલ ૪૨૦થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા પી.એમ.શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા થવા અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા થવાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ રમત કૌશલ્ય,ટીમ વર્ક અને આત્મ વિશ્વાસનું પ્રદર્શન કરીને મોટી સિદ્ધિ હાસિલ કરી છે.વિજેતા ખેલાડીઓ માંથી પસંદગી પામનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

અંડર-૧૭ ભાઈઓ અને બહેનો : પી.એમ.શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળાની અંડર-૧૭ ભાઈઓ અને બહેનોની ટીમે શાનદાર રમત અને ઉત્કૃષ્ટ સંકલન દ્વારા વિરોધી ટીમોને માત આપી ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

અંડર-૧૯ ભાઈઓ : અંડર-૧૯ વયજૂથમાં દમદાર પ્રદર્શન કરી ટીમે પ્રથમા ક્રમાંક મેળવ્યો હતો. આ ટીમમાં પી.એમ.શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળાની સાથે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા થવાના ત્રણ વિદ્યાર્થીઓ અને ત્રણ વિદ્યાર્થીનીઓએ પણ જોડાઈને સંયુક્ત રીતે નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

બંને સંસ્થાઓના ખેલાડીઓએ સાથે મળીને ઉત્તમ ખેલદિલી અને નેતૃત્વના ગુણોનો પરિચય આપતા સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ચેમ્પિયન થયેલી ટીમો હવે રાજ્યકક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

શાળાના આચાર્ય રંજનબેન વસાવાએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે રમતગમત અત્યંત મહત્વપૂર્ણ છે.રમત ગમતથી બાળકોમાં શિસ્ત, આત્મ વિશ્વાસ,ટીમ વર્ક અને નિર્ણયશક્તિ જેવા ગુણો ખીલે છે.આ શાનદાર સફળતા બદલ તમામ વિજેતા ખેલાડીઓ,રમત ગમત શિક્ષકો, કોચ અને માર્ગદર્શક શિક્ષકોને શાળા પરિવાર,સંસ્થાના હોદ્દેદારો અને ગ્રામજનો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!