– પીડિતાની માતાએ ન્યાયની માંગ કરતાબળાત્કાર ના આરોપીને ફાંસીની સજાનું ડેકોરેશન જોવા લોક ટોળાં ઉમટ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા ખાતે ગણેશ મહોત્સવનો રંગે પ્રારંભ થયો છે તેમાં વિવિધ સ્વરૂપોમાં ગણેશજીને દર્શાવવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને માધવબાગ યુવક મંડળ દ્વારા ગણેશજીને ન્યાયાધીશના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે.જેમાં પીડિતાની માતા બળાત્કારનો ભોગ બનેલ પીડિતા દીકરી માટે કોર્ટમાં ન્યાયની માંગણી કરી રહી છે અને બળાત્કારી આરોપીને કડક સજાની અને ન્યાયની માંગણી કરતી દર્શાવવામાં આવી છે.
ડેકોરેશનમાં ન્યાયાધીશને ગણેશ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે.બીજી તરફ બળાત્કારીને ફાંસીની સજા ફટકારતું દ્રશ્ય રજુ કરવામાં આવ્યું છે.બળાત્કાર એક ગંભીર અફરાધ છે જે માનવીય અધિકારોનું હનન કરે છે. જે પીડિતાને મરજીથી વિરુદ્ધમાં બળાત્કાર થતો હોય છે.
હૈદરાબાદમાં 13 મહિનાની બાળકી સાથે થયેલો બળાત્કારની ચકચારી ઘટનાનો કેસ રજૂ કરવામાં આવ્યો છે. આ દ્રશ્યમાં પીડિતાની માતા પોતાની દીકરી સાથે થયેલ અન્યાય સામે ન્યાયની માંગણી કરતી દર્શાવવામાં આવી છે.જેમાં ગણેશ સ્વરૂપમાં ન્યાયાધીશ આરોપીને ફાંસીની સજા ફટકારતા નજરે પડે છે.ડેકોરેશનમાં આરોપીને ફાંસીના માંચડે લટકાવતો દર્શાવવામાં આવ્યો છે.આ દ્રશ્ય સમાજમાં મેસેજ આપે છે કે પીડિતાને ન્યાય મળવો જોઈએ આજે કોર્ટમાં લાંબા સમયથી ચાલતા કેશોનો ઝડપથી નિકાલ આવતો નથી. ત્યારે આવા ગંભીર કેશમાં પીડિતાને ઝડપી ન્યાય મળવો જોઈએ અને અપરાધીને કડક સજા થવી જોઈએ.બહેન દીકરીઓનું સમાજમાં માન સન્માન જળવાવું જોઈએ.એવો સરસ મજાનો મેસેજ આપવામાં આવ્યો છે. આ ડેકોરેશન જોવા લોકટોળાં ઉમટી રહ્યા છે.




