ભાજપના એક કાર્યકર તરીકે કર્તવ્ય પથ પર કાર્યરત રહી પક્ષે મુકેલો વિશ્વાસ સાર્થક કરીશ : નવનિયુક્ત જીલ્લા પ્રમુખ પરેશ લાડ

SHARE:

– જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પરેશ લાડે પદભાર સંભાળતા સાંસદ,ધારાસભ્યો સહીત મોટી સંખ્યામાં કાર્યકરોની ઊપસ્થિતિ

– સૌને સાથે રાખી ભાજપનો વ્યાપ વધારવાનો નવનિયુક્ત જીલ્લા પ્રમુખ પરેશ લાડનો સંકલ્પ 

ભરૂચ,

ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પરેશ લાડે કાર્યકર્તાઓના અદમ્યા જુસ્સા વચ્ચે કાર્યાલય ખાતે વિધિવત રીતે પદભાર સંભાળી ભાજપનો વ્યાપ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પરેશ લાડે રેલવે સ્ટેશન પાસે આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચતા આતાશબાજી ઢોલ નગારા અને જયઘોષ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું હતું.ભાજપ કાર્યાલય ખાતે પૂજા વિધિ સાથે નવનિયુક્ત પ્રમુખ પરેશ લાડે વિધિવત રીતે પદ ગ્રહણ કરતા જ જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.આ પ્રંસગે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા,પૂર્વ પ્રમુખો પ્રકાશ મોદી,મારૂતિસિંહ અટોદરીયા,સાંસદ મનસુખ વસાવા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ધારાસભ્યો અરુણસિંહ રણા, ડી.કે.સ્વામી,રમેશ મિસ્ત્રી, જિલ્લા,તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખનો પદભાર સંભાળી પરેશ લાડે આભાર વ્યક્ત કરવા સાથે આવી મોટી જવાબદારી મારાં જેવા સામાન્ય કાર્યકરને મળે તેવું ભાજપમાં જ શક્ય હોવાનું જણાવી કોઈ ને મનદુઃખ હોય તો દૂર કરી સૌને સાથે રાખી તેઓ ભાજપનો વ્યાપ વધારાવા પ્રયત્નશીલ રહેશે તેમ પણ કહ્યું હતું.ભાજપ જિલ્લા પ્રમુખ પરેશ લાડની નિયુકતી થી ભાજપ કાર્યકારોમાં અદમ્ય જુસ્સાનો નવ સંચાર થયો હોય તેમ લાગી રહ્યું હતું.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!