– નગરપાલિકા દ્વારા મૂર્તિઓને ક્રેઈન દ્વારા વિસર્જન માટે ખાસ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળા ખાતે ૨૦૦થી વધુ નાની મોટી શ્રીજીની મૂર્તિઓનું દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું છે.ગઈકાલથી 40 જેટલાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયા બાદઆજે રાજપીપળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 200થી વધુ નાના-મોટા ગણેશ મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યુ છે.નર્મદા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નગરના વિવિધ વિસ્તારોમાંથી રાત્રે વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળી હતી.ટ્રકોમા,ટ્રોલીઓમાં, લારીઓમાં શણગારેલી મૂર્તિઓને ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયા..પુડચ્યાં વરસી લવકરયા ના નાદ સાથે કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે લાવવામાં આવી હતી.
જોકે આ વખતે રાજપીપળા નગરપાલિકા દ્વારા મૂર્તિઓને વિસર્જન માટે ખાસ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાના અને મોટા ગણપતિ માટે અલગ અલગ ક્રેઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.નગરપાલિકાના ફાયર ફાઈટર ના જવાનો અને તરવૈયાની ટુકડીઓને પણ તૈનાત કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો રાજપીપળા નગરમાં આજે શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.




