આમોદની આંગણવાડીઓમાં ‘આંગણ ઉત્સવ–પોષણ ઉત્સવ’ની ઉજવણી

SHARE:

– બાળકોને પોષણ આહાર અને ફળનું વિતરણ કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ

ભરૂચ,

આમોદ નગરમાં આવેલી આંગણવાડી કેન્દ્રોમાં આજે ‘આંગણ ઉત્સવ–પોષણ ઉત્સવ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર આમોદ-૧ અને આમોદ-૮ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને પોષણ આહાર તેમજ ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે જ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આમોદ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, પાલિકા સદસ્ય રશ્મિકા પરમાર, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચીયા, પૂર્વ નગરસેવક અક્ષર પટેલ, આંગણવાડી મુખ્ય સુપરવાઈઝર સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતી આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ આશાવર્કર બહેનોનું મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ ઉપરાંત લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીના શુભેચ્છા પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ દરમિયાન બાળકો માટે પોષણ, શિક્ષણ અને સંભાળને મહત્વ આપીને ભવિષ્યનો પાયો મજબૂત કરવાના વિવિધ પ્રયાસો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!