અખિલ ભારતીય ગુર્જર મહાસભાની ૧૧૫મી રાષ્ટ્રીય કારોબારી તથા પાટીદાર સમાજની ચિંતન બેઠક યોજાઈ

SHARE:

જ્યશીલ પટેલ,ઝઘડીયા

અખિલ ભારતીય ગુર્જર મહાસભા, સ્થાપના વર્ષ ૧૯૦૮, દ્વારા રાષ્ટ્રીય કારોબારીની ૧૧૫મી વાર્ષિક સભા તેમજ પાટીદાર સમાજની ચિંતન બેઠકનું આયોજન અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલા ડો.શ્યામાપ્રસાદ ઓડિટોરીયમમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાન ગોરધનભાઈ ઝાડફિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજની એકતા, સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ રાષ્ટ્રીય કારોબારી બેઠકનું નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ દીપક પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બચ્ચુસિંહજી બૈંસલા, કાર્યકારી અધ્યક્ષ ગોપીચંદજી ગુર્જર અને જમ્મુ કાશ્મીર સહિત સહિત દેશના ૧૭ જેટલા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો તથા વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અખિલ ભારતીય ગુર્જર મહાસભા દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં સમાજ સંગઠનને મજબૂત બનાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોના ભાગરૂપે ગુજરાતમાં પણ સંગઠનના વિસ્તરણ અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના નેત્રંગના બ્રિજેશ પટેલની અખિલ ભારતીય ગુર્જર મહાસભાના ગુજરાત પ્રદેશ મીડિયા અને સોશ્યલ મીડિયા વિભાગના કન્વીનર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.તેમજ રાષ્ટ્રીય મીડિયા તથા સોશ્યલ સમિતિના આધ્યક્ષ તરીકેની નિમણૂક રમાકાંત પાટીલ મહારાષ્ટ્રની નિમણુંક કરવામાં આવી હતી.

પાટીદાર સમાજની ચિંતન બેઠક દરમ્યાન યુવા અને સમાજ વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના લોકપ્રિય આગેવાનો અલ્પેશ કથીરિયા,લાલજી પટેલ તથા યુવા પ્રતિનિધિ ધાર્મિક માલવીયા દ્વારા યુવાનોની ભૂમિકા, સામાજિક એકતા અને સમાજના સર્વાંગી વિકાસ અંગે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત પુત્રી કિંજલબેન પટેલ એડવોકેટ અને એડવોકેટ પૂનમબેન પટેલે મુક્ત કેસ કાઢવાની ખાતરી આપી હતી.

આ ઐતિહાસિક આયોજનની સફળતા પાછળ મુખ્ય આયોજકો તરીકે ડૉ.નચિકેત પટેલ, મોહન પટેલ – પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત તથા ડૉ.લતેશ બી.ચૌધરી – પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ, ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.ત્રણેય આગેવાનોની દૂરંદેશી વિચારસરણી, અથાક પરિશ્રમ અને ઉત્કૃષ્ટ સંકલનના પરિણામે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.સમગ્ર કાર્યક્રમનું અસરકારક અને સુવ્યવસ્થિત મંચ સંચાલન ડૉ. લતેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!