(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
૧૮ વર્ષ પુર્વે ૨ાજપીપલા ખાતે પોલીસ ઉ૫૨ દારૂ ભરેલ ગાડી ચડાવી જીવલેણ હુમલો ક૨ના૨ આરોપીને પેરોલ તથા એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે.
બનાવની વિગત અનુસાર પી.એસ.આઈ ડી.આર.રાઠોડને ૧૮ વર્ષ પુર્વે તા.૦૭/૦૧/૨૦૦૯ના રોજ રાજપીપલા પો.સ્ટે.ના પોલીસના માણસો પ્રોહી લગત નાકાબંધીમાં રંગ અવધુત ખાતે હોય તે દરમ્યાન સ્કોર્પીઓ ગાડી આવતા રોકવાનો પ્રયત્ન કરતા રોકેલ નહી અને બે પોલીસ કોન્સ્ટેબલ ઉ૫૨ ગાડી ચડાવી દેવાના ઈરાદે ગાડી ચલાવી દીધેલ હતી.જેનાથી બન્ને પોલીસકર્મીઓને ઈજા થયેલ અને સારવાર હેઠળ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરેલ જે આરોપી ૨૦૦૯થી નાસ્તો ફરતો હતો.
આરોપી અક્ષય ઉર્ફે લાલચંદ ઉર્ફે લલીત રામચંદ્ર બસેર રહે.હાટીયાવાડ ડાભેલ નાની દમણ નડીયાદ ખાતે હોવાની ભાળ મળતા ટીમે નડીયાદ (ખેડા) ખાતેથી આરોપીને ઝડપી પાડી કાયદેસ૨ની કાર્યવાહી હાથધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી વલસાડ જિલ્લાના રૂરલ પો.સ્ટે ના બે ગુનાઓમાં પણ છેલ્લા ૧૮ વર્ષથી વોન્ટેડ હતો.




